મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા બે શકુની ઝડપાયા

મોરબી: મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ જતા રસ્તે સી.એન.જી. પંપ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે.


મળતી માહિતી મુજબ મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી ઘુંટુ જતા રસ્તે સી.એન.જી. પંપ નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી શામજીભાઈ બાબુભાઈ વાઘાણી તથા આરીફભાઈ મહમદભાઈ પાયક (રહે બંને મોરબી-૨) ને રોકડા રૂપીયા ૩,૩૯૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયા છે. આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img