મોરબી કંડલા બાયપાસ પર યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબી: મોરબી કંડલા બાયપાસ રોડ કામધેનુ પાર્ટી પ્લોટ પાસે જુની અદાવતનો ખાર રાખી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના લાયસન્સનગરમા રહેતા અમિતભાઈ દિલીપભાઈ સારડા (ઉ.વ.૨૦) એ આરોપી રૂદ્રસિંહ દરબાર તથા વીરૂ દરબાર રહે બંને લાયન્સનગર વી.સી.પરા મોરબી અને સુદો પટેલ રહે. રણછોડનગર મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૦૫-૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ત્રણે આરોપીઓને ફરીયાદિ સાથે અગાઉની જુની અદાવત રાખીને આરોપી રૂદ્રસિંહ એ ફરીયાદિને ગાળો આપી ઢીકા પાટુનો માર મારેલ હતો તથા આરોપી સુદાએ પણ ફરીયાદિને શરીરે ઢીકા પાટુનો માર મારેલ અને આરોપી વીરૂ પાસે પાઇપ હોય જે એક દમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદના માથાના ભાગે પાઇપ મારતા ફરીયાદિને માથાના ભાગે ઇજા થતા માથામાં બે ટાંકા આવેલ હતા તથા શરીરે મુંઢ ઇજા કરી હતી જેથી ભોગ બનનાર અમિતભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img