થોડા દિવસ પહેલા મળેલ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ ફોરેન્સિક પીએમમાં હત્યા થયાનું ખુલ્યું
મોરબીના હરિપર કેરાળા નજીક થોડા દિવસ પૂર્વે કેનાલમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે ઝીણવટ ભરી તપાસ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવતા મહિલાની હત્યા કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના હરિપર કેરાળા નજીક કેનાલમાંથી તા.29ના રોજ અંદાજે 25થી 30 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરી મહિલાની ઓળખ મેળવવા પ્રયાસો શરૂ કરી મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...