મોરબીમાં લોહાણા સમાજના વિદ્યાર્થીઓને તા.13જુને વિનામુલ્યે નોટબુક વિતરણ કરાશે

મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો-૫ થી કોલેજના વિદ્યાર્થીઓને તા.૧૩-૬-૨૦૨૩ મંગળવારથી વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ શરૂ.

શ્રી લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન વિતરણ થશે.

મોરબી: શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબી દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તનમાન વર્ષે પણ લોહાણા સમાજના ધો-૫ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણનું આયોજન તા.૧૩-૬-૨૦૨૩ મંગળવાર થી સાંજે ૫ થી ૭ કલાક દરમિયાન લોહાણા મહાજન વાડી-સુધારાવાડી શેરી, મોરબી ખાતે કરવામાં આવેલ છે. ફુલ સ્કેપ ચોપડા મેળવવા માટે વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૨૩ ની માર્કશીટ ની ઝેરોક્ષ મોબાઈલ નંબર લખીને લાવવાની રહેશે. વર્ષ ૨૦૨૩ ની જ માર્કશીટ માન્ય ગણાશે તેમજ જે વિદ્યાર્થીઓને ઓરીજીનલ માર્કશીટ ન આવેલ હોય તેમણે ઓનલાઈન માર્કશીટ ની પ્રિન્ટ અને તેમા મોબાઈલ નંબર લખીને લાવવાનુ રહેશે જેની સર્વેએ નોંધ લેવા વિનંતી.

પ્રવર્તમાન વર્ષે શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા વિનામુલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમ માં વાલજીભાઈ વશરામભાઈ ચગ (પૂર્વ પ્રમુખ- લોહાણા મહાજન મોરબી) પરિવાર, નગીનભાઈ ભોજાણી પરિવાર (ગીતા ઓઈલ ઈન્ડ.), જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી પરિવાર, સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કંસ્ટ્રક્શન) પરિવાર, RSC મસાલા (નિતીનભાઈ તથા દીપકભાઈ પોપટ) પરિવાર, રઘુવંશી યુવક મંડળ-મોરબી પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી. પોપટ પરિવાર, સ્વ.મંગળાગૌરીબેન ચુનીલાલ કાથરાણી પરિવાર, નિલેશભાઈ પ્રભુદાસભાઈ ખખ્ખર પરિવાર, પ્રતિકભાઈ તથા હાર્દિકભાઇ એચ. હાલાણી પરિવાર, સ્વ.જ્યોત્સનાબેન મનહરલાલ ચગ પરિવાર, મહિમા ગીફ્ટ તથા તારામ ગીફ્ટ પરિવાર, સ્વ.મધુરિકાબેન કીર્તિભાઈ પાવાગઢી પરિવાર તરફથી સહયોગ પ્રાપ્ત થયેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img