મોરબી શહેર વિસ્તારમાં નીકળનાર અષાઢી બીજની રથયાત્રા અન્વયે આજરોજ એરીયા ડોમિનન્સ અંતર્ગત જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની આગેવાની હેઠળ ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ હોય, જેમાં નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગોસ્વામી તથા એ ડીવીજન, બી ડિવીઝન, મોરબી તાલુકા તથા એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ટ્રાફિક શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયેલ હતા.
આ રથયાત્રા રુટ ઉપર આવતા વેપારીઓને ટ્રાફિક નિયમન માટે જરુરી તકેદારી રાખવા સુચનાઓ આપેલ. તેમજ રથયાત્રા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાયએ માટે જરુરી સુચનાઓ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આપેલ હતી.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...