મોરબી. આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ,ઉપાદી તનાવમાં જીવે છે,જેના કારણે લોકોમાં અનિદ્રા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કબજીયાત, માઈગ્રેન વગેરે રોગીથી ગ્રસ્ત છે, માનવ જીવન અનેક સમસ્યાઓથી ત્રસ્ત, અસ્ત, વ્યસ્ત છે ત્યારે તન મનની તંદુરસ્તીની ખાસ જરૂરીયાત છે ત્યારે ઋષિ પ્રભાકરજી પ્રેરિત SSY સિદ્ધ સમાધિ યોગ ધ્યાન શિબિર યોજાશે.
જેમાં જીવનને પૂર્ણ કળાએ ખિલવવા. અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ – ધ્યાન – યોગ્ય ખોરાકની સમજણ – યોગાસન – આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા. સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે (S.S.Y.) શિબિરમાં ઉપલબ્ધ છે.
આ શિબિરથી હઠીલા રોગોમાં રાહત થાય છે, યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે. તો નીચે દર્શાવેલ સંપર્ક નંબર પર રજીસ્ટ્રેશન કરી આવવું તા. 02/07/2023 રવિવાર ના રોજ સમય :7.00 કલાકે સાંજે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઇડીસી મેન રોડ મોરબી વધું માહિતી માટે નવનીત કુંડારિયા 98252 24898 ધ્રુવ દેત્રોજા 9913111202 અંબારામ કવાડિયા 9825263142 નો સંપર્ક કરવો.
ઉલ્લેખનીય છે કે લોકો સુધી મેસેજ પોહચાડીએ, સૌને લાભ લેવા પ્રેરીએ. મોરબીના જાણીતા સાધકના માર્ગદર્શન હેઠળ યોગાશન, પ્રાણાયામ, ધ્યાનનું માર્ગદર્શન પ્રાપ્ત કરી સાધકોએ દિવ્યજીવન જીવવા માટેની સાધના પ્રાપ્ત કરવા વ્યશનમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માનવ જીવન સગા વહાલા સ્નેહીજનો માટે પરિવાર માટે, સમાજ માટે, દેશ માટે ઉપયોગી બને એવું જીવન કલ્યાણ માટે જીવન ઉપયોગી ભાથું પ્રાપ્ત કરવા અવશ્ય શિબિરમાં જોડાવ અને જીવનને યોગમય, પ્રાણાયામમય બનાવવા જણાવાયું છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...