મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા મહિલા સહિત ત્રણ ઈસમો ઝડપાયા

મોરબી: મોરબીની મદીના સોસાયટીમાં ફારૂકભાઈ મેમણના મકાન નજીક ચોકમાં રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મહિલા સહિત ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીની મદીના સોસાયટીમાં ફારૂકભાઈ મેમણના મકાન નજીક ચોકમાં રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મહિલા સહિત ત્રણ ઈસમો અશ્ર્વિનભાઇ માનસીંગભાઇ ધોળકીયા ઉવ.૨૧ રહે. ઇન્દિરાનગર મંગલમ કારખાના પાછળ મોરબી-૨, રોહિતભાઇ કેશુભાઇ કુંવરીયા ઉવ.૨૫ રહે. ઇન્દિરાનગર મંગલમ કારખાના પાછળ મોરબી-૨, જીજ્ઞાબેન રમેશભાઇ બાબુભાઇ સાતોલા ઉવ.૩૫ રહે. ત્રાજપર ખારી રામજીમંદિર પાસે મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૪,૭૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img