મોરબી મચ્છુ -૨ ડેમ ઓવરફ્લો થવાની સંભાવના હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા

મોરબી તાલુકાના જોધપર ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોય, તેમજ મચ્છુ-૨ ડેમ રિપેરિંગ ની કામગીરી ચાલુ હોય ડેમનું ક્રેસ્ટ લેવલ જાળવવા માટે ઓવરફ્લો થવાની સંભાવના હોવાથી ડેમના નીચવાસના ગામો જેવા કે,

મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર.

માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી) સહિતના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંકરને નદીના પટમાં ન જવા દેવા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img