Thursday, May 28, 2026

મોરબી: મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ

મોરબી: મોરબીમાં મહિલાને ઘરકામ તેમજ કરીયાવર બાબતે મેણા ટોણા મારી શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ ભોગ બનનાર મહિલાએ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર ન્યુ હાઉસીંગ બોર્ડમાં રહેતા ચાર્મીબેન વિશાલભાઈ રચછ (ઉ.વ.૨૮) એ આરોપી વિશાલભાઇ કીરીટભાઇ રાચ્છ (પતિ), કીરીટભાઇ રતીલાલ રાચ્છ (સસરા), મીનાબેન કીરીટભાઇ રાચ્છ (સાસુ)રહે ત્રણે સત્યમ પાન વાળી શેરી યદુનંદન ૧૯ શેરી ન.૨ મોરબી તથા સોનલબેન વિપુલભાઇ કારીયા (નણંદ) રહે રહે ન.૪ જૈન સોસાયટી આયુષ સી ૩૧ રામ મંદીર ની સામે જી.જી હોસ્પીટલ ની પાછળ જામનગરવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૪-૨૦૧૬ થી ૦૪-૦૮-૨૦૨૩ સુધી અવાર નવાર ફરીયાદીને આરોપીઓ ઘરકામ તથા કરીયાવર બાબતે મેણાટોણા મારી તેમજ સંતાનમા એક દીકરી હોય એ ગમતુ ન હોય અને દીકરા માટે હેરાન પરેશાન કરી શારીરીક માનસીક દુખ ત્રાસ આપતા હોય જેથી ભોગ બનનાર ચાર્મીબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ – ૪૯૮(ક),૩૨૩,૧૧૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img