Thursday, May 28, 2026

મોરબીના વિસીપરામા સ્મશાન ખાતેથી 24 હજારનાં મતા-માલની ચોરી 

મોરબી: મોરબીના વીસીપરામા શ્રધ્ધા યમુના સોસાયટી પાસે આવેલ સ્મશાન ખાતેથી રૂ. ૨૪ હજારાના મતા માલની ચોરી કોઈ અજાણ્યો ચોર ઈસમ કરી ગયો હોવાની મોરબી સીટી બી ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા મેઇન રોડ વિજયનગર શેરી નં -૦૧મા રહેતા દેવજીભાઈ ગોરાભાઈ મકવાણા (ઉ.વ.૬૧) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૪-૦૯-૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે ફરીયાદી તથા સાહેદની પાણીની નાની મોટર કિ.રૂ.૩૦૦૦/- તથા રોકડ રૂ. ૧૧,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિ.રૂ. ૧૦,૦૦૦/- વાળો મળી કુલ કિ.રૂ. ૨૪,૦૦૦/- નિ મતાની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે દેવજીભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img