મોરબી માળીયા ફાટક પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા 

મોરબીના સામાકાંઠે આવેલ માળીયા ફાટક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ માળીયા ફાટક પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો અયુબભાઇ હૈદરભાઇ માલાણી (ઉ.વ.૩૫) રહે. હોટલ વિશાલાની બાજુમાં માળીયા તા.માળીયા (મી.), અનવરભાઇ અલ્લારખાભાઇ જેડા જાતે મીયાણા (ઉ.વ.૩૪) રહે. માળીયા તા.માળીયા (મી.), ઇકબાલભાઇ મુસાભાઇ કટીયા (ઉ.વ.૩૫) રહે. માળીયા તા.માળીયા (મી.), અકબરભાઇ હનીફભાઇ મોવર (ઉ.વ.૨૧) રહે. માળીયા તા. માળીયાવાળાને રોકડ રકમ રૂ. ૧૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img