મોરબી: યુવકને એક શખ્સે લોખંડના પાઇપ વડે ફટકાર્યો

મોરબી: મોરબીના ભરતપરામા રહેતા યુવકની બહેનના લગ્ન આરોપી સાથે થયેલ હોય અને છેલ્લા સાત વર્ષથી ઘરે પાછા આવી ગયા હોય અને તેના ભાઈ સાથે રહેતા હોય જેથી આરોપી યુવકના ઘરે આવી તેના બહેનને ગાળો આપતો હોય જેથી ગાળા આપવાની ના પાડતાં યુવકને આરોપીએ લોખંડના પાઇપ વડે મારમારી યુવકની માતા તથા બહેનોને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ ભરતપરા શેરી નં -૩ માં રહેતા અબ્દુલભાઇ ઇસ્માઇલભાઈ ખોખર (ઉ.વ.૪૦) એ આરોપી સોયબ હનીફભાઇ વઘાડીયા રહે. મકરાણીવાસ મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૬-૧૦-૨૦૨૩ ના સાડા દશેક વાગ્યાના અરસામાં ફરીયાદીના બહેન સાયનાબેનના લગ્ન આરોપી સાથે થયેલ હોય અને ફરીયાદીના બહેન સાત વર્ષથી ઘરે પાછા આવી ગયેલ હોય અને ફરીયાદી સાથે રહેતા હોય અને આરોપી ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદીના બહેન્નને ગાળો આપતો હોય જેથી ફરીયાદીએ તેને ગાળો બોલવાની ના પાડતા તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે ફરીયાદિને ડાબા પગમાં કપાળના ભાગે મારેલ તથા ફરીયાદીના માતા તથા બહેનોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર અબ્દુલભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪,૫૦૬(૨), જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img