મોરબી: ફોન પર વાત કરવાની ના પાડતા શખ્સે મહિલાના પતિને જાનથી મારી નાંખવાની આપી ધમકી 

મોરબી: મોરબીમાં મીસકોલથી પરિચયમાં આવી ગયેલ હોય અને બાદમાં મહિલાએ ફોન પર વાત કરવાની ના પાડતા એક શખ્સે મહિલાને ફોન પર વાત કરવા ફોર્સ કરતો હોય અને વાત નહીં કરે તો તારા પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતો આપી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં રહેતી એક મહિલાએ આરોપી શાબ્બીરભાઈ રહે. રણછોડનગર મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૧૦-૨૦૨૩ ના રોજ દોઢ મહિના અગાઉ ફરીયાદીશ્રી મોબાઇલ નંબર ઉપર આરોપીના મોબાઈલ નંબર ૮૪૬૯૪ ૨૦૫૨૦ થી મીસકોલ થઇ ગયા બાદ ફરીયાદી તથા આરોપી એકબીજાના પરીચય આવી ગયેલ હોય બાદ ફરીયાદીએ ફોનમા વાત કરવાની ના પાડતા આરોપીએ ફરીયાદીને વારંવાર ફોન કરીને ફોનમા વાત કરવા સારૂ ફરીયાદીને તેના પતિને મારી નાખવાની ધમકી આપીને બેફામ ગાળો આપીને વાત કરવા ધમકાવતા હતો. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૫૦૪,૫૦૬(૨) મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img