મોરબી: પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે જુનાગઢ જેલ હવાલે કરાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુનાગઢ જેલ હવાલે કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ એક ઇસમ સામે પાસા દરખાસ્ત મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી કિરણ ઉર્ફે બેબલો નાગજીભાઇ દેગામા (ઉ.વ.૨૭( રહે. લીલપર ગામ તા.જી.મોરબી વાળાનુ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમને સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફની પોલીસ ટીમ બનાવી આરોપીને પાસા એકટ તળે ડીટેઇન કરી જિલ્લા જેલ જુનાગઢ ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img