મોરબી: પ્રોહીબીશનના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપીને મોરબી જિલ્લાના માળીયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ પાસેથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી તથા  પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી દેવેંદ્ર ઉર્ફે દેવો ખોડીદાસ સાધુ રહે. યશોદાનગર નાની ચિરઇ ભચાઉ કચ્છ વાળો હાલે મોરબી જિલ્લાના માળીયા ફાટક પાસે આવેલ વસુંધરા હોટલ પાસે હોવાની ચોકકસ બાતમી મળતા તપાસ કરતા બાતમીવાળી જગ્યાએથી આરોપીને હસ્તગત કરી એલ.સી.બી. કચેરી ખાતે લાવી B.N.S.S. કલમ- ૩૫(૨),(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img