મોરબી: પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે અમદાવાદ જેલ હવાલે કરાયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મધ્યસ્થ જેલ અમદાવાદ હવાલે કરાયો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા કે.બી.ઝવેરી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબીનાઓએ પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ આરોપી રમેશભાઇ પુંજાભાઇ પટણી રહે. નવા ચિત્રોડ તા.રાપર જી.કચ્છ (ભુજ) વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે મોરબી એલ.સી.બી. પોલીસે ટીમ બનાવી આરોપી રમેશભાઇ પુંજાભાઇ ધનાભાઇ પટણી ઉ.વ. ૩૭ રહે. નવા ચિત્રોડ બાપાસીતારામની મઢુલી પાસે, તા.રાપર જી.કચ્છ (ભુજ) વાળાને પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img