મોરબી રેલવે સ્ટેશન નજીકથી ઈંગ્લીશ દારૂના 48 ચપલા સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી ઈંગ્લીશ દારૂના ૪૮ ચપલા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી રેલ્વે સ્ટેશન પાસે ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જીગ્નેશભાઈ રૈયાભાઈ ટોટા રહે. ન્યુ રેલ્વે કોલોની પાસે નવલખી રોડ મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૪૮ કિં રૂ.૪૮૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img