મોરબીમાં ગળેફાંસો ખાઈ પરણીતાનો આપઘાત

મોરબી: મોરબીના વાવડી રોડ પર ભગવતીપરામા પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતાં પરિણીતાનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મંજુલાબેન દુદાભાઇ હિરાભાઇ રાવા ઉ.વ.૩૫ રહે. મનીષ વિધ્યાલય પાસે ભગવતીપરા વાવડી રોડ મોરબી વાળી પોતાના છોકરાને ઠપકો આપતા હોય જે બાબતે પોતાના પતિએ છોકરાઓને ઠપકો આપવાની ના પાડેલ હોય જે બાબતે મરણજનાર તથા તેના પતિને બોલાચાલી થયેલ હોય જે બાબતે મનમા લાગી આવતા તા.૨૧/૦૫/૨૦૨૪ ના બપોરના દોઢેક વાગ્યાના અરસામા પોતાના ઘરે પોતાની જાતેથી રૂમના છતના પંખામા કપડુ બાંધી ગળાફાંસો ખાઇ લેતા પ્રાથમીક સારવાર ખાનગી હોસ્સ્પીટલ મોરબી ખાતે લઈ વધુ સારવાર માટે સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે લઈ જતા જ્યા ચાલુ સારવાર દરમીયાન પરિણીતાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img