Saturday, May 18, 2024

મોરબી તથા રાજકોટ શહેરમાંથી બાઈક ચોરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી તથા રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએથી બાઈક ચોરી કરનાર ત્રણ ઈસમોને મોરબી જુના બસ સ્ટેન્ડ પાસેથી ચોરાવ ચાર બાઈક સાથે ત્રણ ઈસમોને મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા છે.

મોરબી એલસીબી પોલીસ મોરબી જુના બસસ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ત્રણ ઇસમો બે નંબર વગરના મોટર સાયકલ સાથે નીકળતા જે શંકાસ્પદ જણાતા મો.સા.ના બીલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું જણાવેલ જે તેણે ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા ત્રણેય ઇસમોને એલ.સી.બી.કચેરી ખાતે લાવી વિશેષ પુછપરછ કરતા તેઓએ બીજા બે મળી કુલ-૪ મોટર સાયકલો રાજકોટ તથા મોરબીના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરી લાવેલ હોવાનું જણાતા, આ બાબતે ખરાઇ કરતા મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.માં બે મો.સા. તથા મોરબી તાલુકા પો.સ્ટે.માં એક મો.સા. ચોરી અંગેના ગુનાઓ રજીસ્ટર થયેલ હોય જે પકડાયેલ ત્રણેય આરોપીઓ પાસેથી કુલ-૪ મો.સા. ચોરીના ગુનાના કામના મુદામાલ તરીકે કિ.રૂ.૧,૨૦,૦૦૦/- ગણી, તેમજ ચોરી કે છળકપટથી મેળવેલ મુદામાલ તરીકે સી.આર.પી.સી.કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી મજકૂર ત્રણેય ઇસમો રફીકભાઇ હારૂનભાઇ મિંયાણા ઉવ-૨૫ રહે.કાજરડા, સલમાન પીરની દરગાહ પાસે, તા.મા.મી.જી.મોરબી, હનીફ દોષમામદ મિંયાણા ઉવ-૨૫ રહે.કાંજરડા સરકારી સ્કુલની બાજુમાં, તા.મા.મી. જી.મોરબી, અકબર ઉર્ફે અકુડો અબ્દુલભાઇ મિંયાણા ઉવ-૨૦ રહે.નવા અંજીયાસર તા.મા.મી. જી.મોરબીવાળાને સી.આર. પી.સી.કલમ ૪૧(૧) ડી. મુજબ પકડી પાડેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર