Monday, June 1, 2026

મોરબી: શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા સાસરીયા પક્ષ વિરુદ્ધ પરણીતાએ ફરીયાદ નોંધાવી

મોરબી: મોરબી તાલુકાના પાનેલી ગામે પરણીતાને સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાની ભોગ બનનાર પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા વૈશાલીબેન રાજેશભાઈ ડાભી ઉ.વ.૨૪ વાળાએ આરોપી રાજેશભાઈ નારણભાઈ ડાભી, ગુલાબબેન નારણભાઈ ડાભી, અંબાબેન મોહનભાઈ ડાભી રહે. તમામ પાનેલી ગામ તા.જી. મોરબી વાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪-૦૫-૨૦૨૨ થી ૧૦-૦૬-૨૦૨૩ દરમ્યાન ફરીયાદીને આરોપી અંબાબેને ઘર કામ બાબતે મેણાટોના મારી માનસીક ત્રાસ આપી આરોપી રાજેશભાઈ એ ફરીયાદીના ગાલ ઉપર ચાર પાંચ લાફા મારી ગાળો આપી આરોપી ગુલાબબેનએ ફરીયાદીને પીઠના ભાગે ઢીકા વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર પરણીતા વૈશાલીબેને આરોપી સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૪૯૮(ક), ૩૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img