મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૦૭ બોટલ ઝડપાઇ 

મોરબી શહેરમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાછળ જલારામ એપાર્ટમેન્ટમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૦૭ બોટલ કિં રૂ. ૪૭૦૦ નો મુદામાલ સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા આરોપીને ફરાર દર્શાવી આગળ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી શહેરમાં આવેલ જલારામ એપાર્ટમેન્ટમાં રહેતા આરોપી સાગરભાઈ કાંતિલાલ પલાણ (ઉ.વ.૨૩) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૭ કિં રૂ. ૪૭૦૦ નો મુદામાલ ઝડપી પાડી આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img