Saturday, July 27, 2024

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે ઘુટુ રોડ પર આવેલ ઉમા સ્ટીલની બાજુમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે ઘુટુ રોડ પર આવેલ ઉમા સ્ટીલની બાજુમાં જાહેરમાં આઈપીએલની ગુજરાત ટાઈટન અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ વચ્ચેની ટી-ટ્વેન્ટી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક ઈસમ કલ્પેશભાઇ બાબુભાઈ ચીખલીયા (ઉ.વ.૩૫) રહે. હરીઓમ પાર્ક, મહેન્દ્રનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૧૫૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ.૫૦૦૦ મળિ કુલ કિં રૂ. ૬૧૫૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર