Monday, May 20, 2024

મોરબીમાં IPLની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આઇપીએલની પંજાબ અને દિલ્હી વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક ઈસમ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી નાની વાવડી શીવવિલા સોસાયટીમા રહેતા આરોપી વિનોદભાઈ ચકુભાઈ પટેલ (ઉ.વ.૪૨) એ અલ્ટ્રા ફાસ્ટ ક્રિકેટ લાઇન ઓનલાઇન એપ્લીકેશન મારફતે પંજાબ (PBKS) તથા દિલ્હી (DC) વચ્ચે ચાલતી આઈ.પી.એલ ની ૨૦-૨૦ ક્રિકેટ ઉપર આરોપી જીસાનભાઈ ચાનીયા રહે. મોરબીવાળા સાથે રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧,૨૦૦/-તથા મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ.૧૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૩,૨૦૦/-ના મુદામાલ સાથે આરોપી આરોપી વિનોદભાઈ ચકુભાઈ પટેલને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી જીસાનભાઈ ચાનીયા રહે. મોરબીવાળાને ઝડપી પાડવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે જુગારધારા કલમ હેઠળ છે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર