મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી લીલાપર રોડ પાંજરાપોળ પાછળ હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી લીલાપર રોડ પાંજરાપોળ પાછળ હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો ભરતભાઇ વાસુરભાઇ જારીયા, રહે. બોરીચાવાસ સબ જેલ પાછળ મોરબી, વિજયભાઇ કાંતીભાઇ વરેચા ઉ.વ.૩૨ રહે. લીલાપર રોડ ખડીયાવાસ મોરબી, ઉમેદભા મનુભા બાવળા ઉ.વ.૩૯ રહે,લીલાપર રોડ ખડીયાવાસ મોરબી, વજુભા નાથાભા ફુંદડા ઉ.વ.૪૫ રહે,લીલાપર રોડ ખડીયાવાસ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૪૩૮૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img