મોરબીમાં મારામારીના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારીના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા રાજસ્થાન રાજયના આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફસ્ટ આઇ.પી.સી. કલમ-૩૨૬,૩૨૫,૫૦૪, ૧૧૪ વિ. મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી રામનિવાસ શિવરામ લોવી રહે. લાંબા તા.બીલાડા જી.જોધપુર વાળો હાલે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ નજીક આવેલ જે.ટી.સી.રોડ લાયન્સ ખાતે આવેલ હોવાની ચોકકસ બાતમી મળતા જે બાતમીના આધારે રફાળેશ્વર જે.ટી.સી.રોડ ખાતે તપાસ કરતા મારામારીના ગુનામાં નાસતો ફરતો આરોપી રામનિવાસ શિવરામ ભીકારામ લોલ જાતે બિશ્નોઇ ઉ.વ. ૩૬ ધંધો ડ્રાઇવીંગ રહે. લાંબા ગામ બાયાસા કા થાન કે પાસ તા.બીલાળા જી.જોધપુર (રાજસ્થાન) વાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડ, ની કચેરી ખાતે લાવી મારામારીના ગુનામાં સી.આર.પી.સી. કલમ ૪૧(૧)(આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. ને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img