મોરબીમાં મારામારીના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો ઈસમ સુરતથી ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના મારા-મારીના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને સુરત ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે.

મોરબી પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે બાતમી મળેલ કે, મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ફ. આઇ.પી.સી કલમ- ૩૨૬,૩૨૫,૫૦૪,૧૧૪ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુરામ જયનારાયણ બિશ્વનોઇ રહે.ખારીયા મીઠાપુર તા.બિલાડા જી.જોધપુર રાજસ્થાનવાળો હાલે સુરત જિલ્લાના કોસંબા પાસે નેશનલ હાઇવે ઉપર આવેલ નગીના હોટલ ખાતે આવેલ હોવાની ચોક્કસ બાતમી મળતા જે બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે કોસંબા પાસે નેશનલ હાઇવે ઉપર આવેલ નગીના હોટલ ખાતે જઇ તપાસ કરતા આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુરામ જયનારાયણ બિશ્વનોઇ/સારણ ઉ.વ.૪૨ રહે.ખારીયા મીઠાપુર તા.બિલાડા જી.જોધપુર (રાજસ્થાન) વાળો મળી આવતા આરોપીને નગીના હોટલ ખાતેથી હસ્તગત કરી તપાસ અર્થે મોરબી લાવી આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧(૧) આઇ મુજબ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી એ ડીવી પો.સ્ટે.ને સોંપી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img