Saturday, May 10, 2025

મોરબીમાં વૃદ્ધને એક શખ્સે લોખંડના પાઇપ વડે મારમાર્યો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના પંચાસર રોડ પર કામધેનુ પાર્ક સોસાયટી સક્લપ એપાર્ટમેન્ટ પાસે ગીતા પ્રોવીઝન સ્ટોર પાસે વૃદ્ધ તથા સાહેદ આરોપીની દુકાન પાસે બેઠા હોય ત્યારે આરોપી દુકાન બહાર વાળતા (સફાઈ) હોય ત્યારે ધુળ ઉડતી હોય જેથી વૃદ્ધે ધીરે વાળાવાનુ કહેતા આરોપીએ ગુસ્સે થઈ વૃદ્ધને લોખંડના પાઇપ વડે મારમાર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર કામધેનુ પાર્ક સોસાયટી સક્લપ એપાર્ટમેન્ટ ૧૦૪મા રહેતા વાલજીભાઈ દેવજીભાઈ સેરસીયા (ઉ.વ‌.૭૦) એ આરોપી રમેશભાઈ રહે. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદિ તથા સાહેદ અંબારામભાઇ આરોપીની દુકાન પાસે બેઠા હોય ત્યારે આરોપી દુકાન બહાર વાળતા (સફાઇ) કરતા હોય અને જેથી ધુળ ઉડવાને કારણે ફરીયાદીએ ધીરે વાળવાનુ કહેતા આરોપી એકદમ ગુસ્સે થઇ જઇ ફરીયાદી તથા સાહેદને ગાળો આપી ફરીયાદી સાથે જપાજપી કરી ફરીયાદીને લોખંડના પાઇપ વડે ઇજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર