મોરબીમાં પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસા તળે ડીટેઈન કરી ભાવનગર જેલ હવાલે કરાયો

મોરબી: પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ.

મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી નાઓએ પ્રોહિબીશનના દેશીદારૂના ગુનાઓમાં સંડોવાયેલ અલીભાઇ મામદભાઇ પલેજા / ઉ.વ.૩૧ રહે.કાલીકા પ્લોટ, શેરી નં.-૦૩, જલાલચોક મોરબી વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એન.એચ.ચુડાસમા તથા કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી સામાવાળા અલીભાઇ મામદભાઇ પલેજા / ઉ.વ.૩૧ રહે.કાલીકા પ્લોટ, શેરી નં-૦૩, જલાલચોક મોરબી વાળાને તા.૧૨/૦૧/૨૦૨૪ ના રોજ પકડી પાડી પાસા એકટ તળે ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ, ખાતે મોકલી આપેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img