મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 18 બોટલ સાથે એક ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધી ફક્ત નામની રહી છે ત્યારે મોરબીના શોભેશ્વર રોડ ઉપર વાણીયા સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન સંયુક્તમા બાતમી મળતાં બાતમીવાળી જગ્યા મોરબીના શોભેશ્વર રોડ ઉપર વાણીયા સોસાયટીમાં રેડ કરતા આરોપી કાળુભાઈ ગોરધનભાઈ સીતાપરા (ઉ.વ.૬૦) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૧૮ કિં રૂ. ૧૦૩૧૦ ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img