મોરબીમાં રહેણાંક મકાનમાંથી ૪ કિલોથી વધુ પોસડોડાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબીના વાવડી રોડ પર આવેલ મીરાં પાર્કમાં આરોપીના રહેણાંક મકાનમાંથી પોસડોડાનો જથ્થો ૪ કિલો ૮૦ ગ્રામ કિં રૂ. ૧૨,૨૪૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૨૪,૨૪૦ ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે જેન્તીભાઈ ઉર્ફે જનકભાઇ માવજીભાઇ બોપલીયા રહે. વાવડીરોડ, મિરાપાર્ક શેરી નં-૩ મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળા રહેણાક મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરે છે.તેવી બાતમી મળતા બાતમીના આધારે આરોપીના રહેણાંક મકાને રેઇડ કરતા ઇસમના રહેણાંક મકાનમાથી માદક પદાર્થ પોસડોડાનો જથ્થો વજન ૪ કિ.ગ્રા ૮૦ ગ્રામ મળી આવતા તેમજ વજન કાંટો તેમજ પ્લા.ના ઝબલા, મોબાઇલ, રોકડ રકમ સહિત કુલ રૂ,૨૪,૨૪૦/- ના મુદામાલ સાથે મળી આવતા ઇસમ વિરુધ્ધ એન.ડી.પી.એસ. એકટની કલમ ૮(સી),૧૫(બી) મુજબ ગુનહો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img