મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ – બીયરનો જથ્થો ઝડપાયો 

મોરબી: મોરબીના ભવાની ચોક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ – બીયરનો જથ્થો મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના ભવાની ચોક પાસે રહેતા આરોપી ઉમેશ મગનભાઇ ડાંગરએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૯ કિં રૂ. ૯૦૦૦ તથા બીયર ટીન નંગ -૧૬ કિં રૂ. ૧૬૦૦ મળી કુલ કિં રૂ.૧૦,૬૦૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img