Saturday, July 27, 2024

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 50 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં – એમ -૬૮/૩૭૬ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૫૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ બ્લોક નં – એમ -૬૮/૩૭૬ માં રહેતા મનોજ કિશોરભાઈ ખારેચા ઉ.વ.૪૯વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫૦ કિં રૂ. ૧૯,૧૫૦ ના મુદ્દામાલ સાથે આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક ઈસમ રાહિલ અયુબભાઈ માણેકીયા રહે. મોરબી વાવડી રોડ વાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર