Wednesday, March 26, 2025

મોરબીમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના મફતિયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૮૯ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ નો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આરોપી અજીતભાઇ બચુભાઇ બણોધરા ઉ.વ ૩૩ રહે મોરબી-ર કુબેર ટોકીજ પાછળ મફતીયાપરામાં પાણીની ટાંકી પાસે મોરબી-ર વાળા આરોપીને પોતાના રહેણાક મકાન માથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ તથા સાઇઝની બોટલ નંગ ૧૮૯ જેની કિ.રૂ ૯૧,૪૬૭/- નો મુદામાલ તથા મોબાઇલ ફોન ૧ જેની કિ.રૂ ૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૯૬૪૬૭/- ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર