મોરબીમાંથી વિદેશી દારૂની 12 બોટલો સાથે એક ઝડપાયો 

મોરબીમાં શહેર હાલ દીવ બનતું નઝરે પડી રહ્યું છે અવારનવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે હાઉસીંગના નાકા પાસેથી વિદેશી દારૂની ૧૨ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે હાઉસીંગના નાકા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ. ૮૩૫૨ ના મુદ્દામાલ સાથે આરોપી રિતેશભાઈ નીતીનભાઇ ચૌહાણ (ઉ.વ.૩૪) રહે. હાઉસીંગ મેઇન રોડ મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img