મોરબીમાંથી વિદેશી દારૂની છ બોટલો સાથે એક ઝડપાયો

મોરબીના સામાકાંઠે આવેલ કુબેર ટોકિઝ પાસે શોભેશ્વર રોડ પરથી વિદેશી દારૂની છ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ કુબેર ટોકિઝ પાસે શોભેશ્વર રોડ પરથી વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં રૂ. ૩૩૭૨ ના મુદ્દામાલ સાથે આરોપી જગદીશભાઇ ઉર્ફે જીગો રમેશભાઈ પાટડીયા (ઉ.વ.૨૬) રહે. કુબેર ટોકિઝ પાસે મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img