મોરબીમાંથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં દારૂબંધીની લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળ જાહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરતા આરોપી સાગરભાઈ કાંતિલાલ પલાણ (ઉ.વ‌૩૨) રહે. જલારામ એપાર્ટમેન્ટ સેન્ટ મેરી સ્કૂલની પાછળ મોરબીવાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૫ કિં રૂ‌ ૬૫૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img