મોરબીમાં યુવતીને બે શખ્સોએ આપી જાનથી મારી નાખવાની ધમકી

મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ આર.કે.ઘુઘરા નામની દુકાન પાસે ત્રણ શખ્સોએ યુવતીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર યુવતીએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી વાઘપરા શેરી નં -૧૪ માં રહેતા મીરાબેન સનતભાઇ ડુબલ (ઉ.વ.૩૨) એ આરોપી તૌફીક ઇબ્રાહિમભાઈ ચાનીયા રહે. મોરબી પરસોતમ ચોક તથા કાનજી રાવળ રહે. મોરબી તથા અજાણ્યા માણસ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦-૦૪-૨૦૨૪ ના રોજ ફરીયાદીની આર.કે.ઘુઘરા નામની દુકાન પાસે આરોપીઓએ આવીને કોઇ કારણવગર ફરીયાદીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાન બહાર પડેલ ટેબલ ખુરશી તથા કાઉન્ટર ના ઘા કરી નુકસાન કરી કર્યું હતું જેથી ભોગ બનનાર મીરાબેને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ -૫૦૬(૨),૫૦૪, ૪૨૭,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img