Saturday, July 27, 2024

મોરબીમાંથી ચોરાયેલ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનતા બનાવો અનુસંધાને પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમ, રફાળેશ્વર – પાનેલી ચોકડી પાસે એક ઇસમ કાળા કલરનું નંબર પ્લેટ વગરનું હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્રો મોટર સાથકલ લઇ નીકળતા જે મોટર સાયકલ ચાલકને વાહનના આર.ટી.ઓને લગત કાગળો તથા આર.સી.બુક બાબતે પુછતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલએ પોકેટ મોબાઇલમાં મો.સા ના એન્જીન નં. HA10ELD9G04043 તથા ચેસીસ નં. MBLHA10ASD9G 04776 આધારે સર્ચ કરતા મો.સા યુસુફભાઇ ઇસ્માઇલભાઈ લોખંડવાલા રહે. મોરબી વાળા નાઓની માલીકીનું હોવાનું જાણવા મળેલ જેથી મોટર સાયકલ ઓર્નરનો સંપર્ક કરતા પોતાનુ સદરહું મોટર સાયકલ સને-૨૦૨૨ માં ચોરી થયેલ હોય અને જે અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ હોવાનું જણાવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સાથે સંપર્કમાં રહી રેકર્ડની ખરાઇ કરતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય જે ગુન્હો ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમન ઝાલાભાઇ રામજીભાઇ ઇન્દરીયા ઉ.વ.૪૯, રહે. જાંબુડીયા, તા.જી.મોરબી, મુળ રહે. રાતાભેર, તા.હળવદ, જી.મોરબીવાળાને પકડી પાડી સી.આર.પી.સી. કલમ-૧૦૨, ૪૧(૧)(ડી) મુજબની કાર્યવાહી કરી આગળની તપાસ પો.સ.ઇ. બી.એમ.બગડા નાઓ ચલાવી રહેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર