મોરબીમાંથી ખોવાયેલ 42 મોબાઇલ શોધી કાઢી અરજદારોને અર્પણ કરાયા

મોરબી: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી ૮,૦૩,૬૬૦/- ની કિમતના ૪૨ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને મોરબી તાલુકા પોલીસે પરત કર્યા.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા અત્રેના સ્ટાફને સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” મા એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી જહેમત ઉઠાવી ૪૨ જેટલા ૮,૦૩,૬૬૦/-ની કિમતના મોબાઇલો શોધી કાઢી, એક સાથે પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી તાલુકા પોલીસે સાર્થક કરેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img