મોરબીમાંથી વિદેશી દારૂની આઠ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં આવેલ રોટરી નગર સોસાયટી કેસરી નંદન હનુમાનજી મંદિર પાસે ખુલ્લા પટમાં જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની ૦૮ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર દર્શાવી શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ રોટરી નગર સોસાયટી કેસરી નંદન હનુમાનજી મંદિર પાસે ખુલ્લા પટમાં જાહેરમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૮ કિં.રૂ. ૫૪૮૮ ના મુદ્દામાલ સાથે આરોપી પૃથ્વીરાજસિંહ ખોડુભા ઝાલા (ઉ.વ.૩૪) રહે. વેજીટેબલ રોડ રોટરી નગર શેરી નં -૦૨ મોરબીવાળાને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ નઝીર રહીમભાઇ સુમરા રહે. રાજકોટ જામનગર રોડ માધાપર ચોકડી પાસે મુળ રહે. કાલીકાપ્લોટ મોરબીવાળા નું નામ ખુલતા પોલીસે બંને ઈસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img