મોરબીમાંથી વિદેશી દારૂની 12 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી શહેરમાં પીવા વાળા ઓછા અને વેચવા વાડા વધુ હોય તેવુ હાલ લાગી રહ્યું છે ત્યારે મોરબીના સામાકાંઠે હરીઓમ સોસાયટીના નાકા પાસે ભડીયાદ રોડ પરથી વિદેશી દારૂની ૧૨ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે હરીઓમ સોસાયટીના નાકા પાસે ભડીયાદ રોડ પર વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ. ૬૭૪૪ ના મુદામાલ સાથે આરોપી ઇશ્વરભાઈ બાવજીભાઈ ફુલતરીયા (ઉ.વ.૫૬) રહે. હરીઓમ સોસાયટી ભડીયાદ રોડ મોરબીવાળાને પકડી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img