મોરબીના ડાયમંડનગરમા સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી: મોરબી તાલુકાના ડાયમંડનગર પંચવટી ગાર્ડન પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ડાયમંડનગર પંચવટી ગાર્ડન પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો વિશાલભાઈ હરીશભાઈ ઝાલા (ઉ.વ.૨૯) તથા અક્ષયચંન્દ્ર સુરેશભાઈ પાંચોટીયા (ઉ.વ.૨૬) રહે. બંને ડાયમંડનગર તા. જી. મોરબીવાળા ને રોકડ રકમ રૂ. ૧૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img