મોરબીના ઘુંટુ ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂની 84 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં હરીઓમ પાર્ક પાછળ, બાવળની કાંટમાં છુપાવેલ ઇગ્લીશ દારૂની ૮૪ બોટલો સાથે એક ઇસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસને સંયુક્તમા ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમ, હરીઓમ પાર્ક પાછળ પ્રોહી. અંગે રેઇડ કરતા બાવળની કાંટમાં છુપાવેલ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૮૪ કિં.રૂ.૩૧,૫૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ચિરાગ સંજયભાઈ જાદવ ઉ.વ.૨૪ રહે. કિસ્મત ચકીવાળી શેરી, રણછોડનગર , નવલખી રોડ મોરબી -૦૨ વાળાને પકડી પાડી મજકુર ઇસમ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img