મોરબીના જીકિયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ ડેમ 100 % ટકા ભરાયો; નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા 

મોરબી તાલુકાના જીકિયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ સિંચાઈ યોજનામાં રૂલ લેવલ મુજબનું -૧૦૦% પાણી ભરાઇ ગયેલ છે. તે ઉપરાંત, પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થયેલ છે.

જેથી સિંચાઇ યોજનાના નીચાણવાસ માં આવતા ગામો મોરબી તાલુકાના ગામો જીકિયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપુર (મચ્છુ) રાપર, માળિયા તાલુકાના સુલતાનપુર, માણાબા, ચિખલી. સહિતના ગામોને તકેદારીના પગલા લેવા તેમજ નદીના પટમાં અવર જવર ન કરવા સુચના આપવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img