મોરબીના જાંબુડીયા ગામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં ધર્મ સિધ્ધિ સોસાયટીના નાકા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં ધર્મ સિધ્ધિ સોસાયટીના નાકા પાસેથી આરોપી અશોકભાઈ ખુશાલભાઈ સાપર ઉ.વ‌.૩૩. મૂળ રહે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના અમરાપર ગામે હાલ રહે મોરબીના જાંબુડીયા ગામે ધર્મ સિધ્ધિ સોસાયટી તા.જી. મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં.રૂ. ૩૭૫ના મુદામાલ મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img