મોરબીના જેતપર નજીક યુવકને છ શખ્સોએ આપી હાથપગ ભાંગી નાખવાની ધમકી 

મોરબીના જેતપર ચકમપર પાવર હાઉસ પાસે યુવકે માટી નાખવાનું કામ રાખેલ ન હોય છતાં તેનાં પર શંકા કરી આરોપીઓએ યુવકના ઘર પાસે જઈ યુવકને ગાળો આપી યુવકને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા નવઘણભાઈ વેલાભાઈ ભીલ (ઉ.વ.૪૦) એ આરોપી પારસ કોળી તથા બદરી ભાટીયા રહે. બંને ત્રાજપર મોરબી તથા ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ માટી નાખવાનું કામ રાખેલ ન હોવા છતાં તેના પર શંકા કરી આરોપી પારસ કોળી તથા બદરી ભાટીયા હીન્દીભાષી બન્નેએ લાકડાના ધોકા લઈ તથા સાથે ચાર અજાણ્યા ઇસમો ફરીયાદીના ઘર પાસે જઇ અને ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપેલ અને ભીલડાઓને અહી કામ કરવા દેવાના નથી તેમ કહી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img