Sunday, May 19, 2024

મોરબીના કાહ્યાજી પ્લોટમાંથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: મોરબી શનાળા રોડ મહેશ હોટલ સામે કાહ્યાજી પ્લોટ શેરી નં -૪ યુવકના ઘર સામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર યુવકે આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી શનાળા રોડ કાહ્યાજી પ્લોટ શેરી નં -૪ માં રહેતા મલયભાઈ સુધીરભાઈ ભગલાણી (ઉ.વ.૪) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૧-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હીરો હોન્ડા મોટર્સ એલટીડી કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજીસ્ટર નં- GJ-03-BR-6111 વાળુ સને ૨૦૦૭ નુ મોડલનુ સીલ્વર કલરનું કિ.રૂ. ૨૦,૦૦૦/-વાળુ મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર મલયભાઈ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર