મોરબીના કાલીકા પ્લોટ નજીકથી ચોરાવ બાઈક સાથે રીઢો ચોર ઝડપાયો 

મોરબીના કાલીકા પ્લોટ સાયન્ટીફીક રોડ પરથી ચોરીના મોટરસાયકલ સાથે રીઢા બાઈક ચોરને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ એકટીવા સાથે આરોપી મોરબીના કાલીકાપ્લોટ સાયન્ટીફીક રોડ ઉપર થી મળી આવતા તેને ચેક કરતા આરોપી પાસે મોટરસાયકલ ના કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા પોકેટ કોપથી સર્ચ કરતા આ એકટીવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ચોરીનુ હોવાનુ જણાતા આરોપી મુસ્તાકભાઈ અબ્દુલભાઇ કાસમભાઇ ચાનીયા (ઉ.વ.૬૦) રહે. કાલીકાપ્લોટ સતવારા બોર્ડીંગ પાછળ મોરબીવાળાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img