મોરબીના કાલીકા પ્લોટમાંથી જુગાર રમતા ત્રણ ઝડપાયાં 

મોરબી: મોરબીના કાલીકા પ્લોટમાં શેરી નં -૦૧ મા ગોલ્ડન પ્રાઇઝ નામની દુકાન પાસે જાહેર રોડ પર તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના કાલીકા પ્લોટમાં શેરી નં -૦૧ મા ગોલ્ડન પ્રાઇઝ નામની દુકાન પાસે જાહેર રોડ પર તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો અનિલભાઈ સદરુદીનભાઈ હાજીયાણી રહે. શક્તિપ્લોટ મોરબી, સિયાજભાઈ રહેમતુલ્લાભાઈ સુરાણી રહે. દાઉદી પ્લોટ મોરબી, તથા શાહબુદ્દીનભાઈ રહેમતુલ્લાભાઈ સુરાણી રહે. દાઉદી પ્લોટ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦૨૬૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img