મોરબીના ખાનપર ગામે દંપતીને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યા

મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં માલ ઢોર ચરાવવા બાબતે બે શખ્સોએ આધેડ અને તેમની પત્નીને લાકડીના ધોકા વડે ફટકાર્યા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર આધેડે બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતા મોમૈયાભાઈ ખીમાભાઇ ડાવેરા (ઉ.વ.૫૬) એ આરોપી રાજુભાઇ નારણભાઈ ડાંગર તથા વિશાલભાઈ નારણભાઈ ડાંગર રહે બંને ગજડી ગામની સીમ વાડીમાં તા. ટંકારાવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૦૯-૨૦૨૩ ના સવારના દશેક વાગ્યાના અરસામાં આરોપીઓ તેમના માલઢોર ફરીયાદીના વાડીના શેઢે ચરાવવા આવતા ફરીયાદીએ તેમને ત્યાં માલઢોર ચરાવવા માટે નહિ આવવા જણાવતા બન્ને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી લાકડીઓ વતી મુંઢ માર મારતા હોઈ તે દરમ્યાન ફરીયાદીના પત્ની ધકુબેન છોડાવવા આવતા આરોપી વિશાલભાઈએ ધકુબેનને જમણા હાથે કાંડાના ભાગે તથા વાંસાના ભાગે લાકડી વતી મુઢ માર મારી આરોપીઓએ ફરીયાદીનુ ગળુ પકડી માલ ઢોર ચરાવવાની ના પાડીશ તો જાનથી મારી નાખીશ એમ ધમકી આપી ફરીને શરીરે છાતીના ભાગે તથા ગળાના ભાગે ફ્રેકચર ઈજા પહોચાડી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મોમૈયાભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img